નગરનો ઇતિહાસ
સોનગઢ નગરએ મહારાજ સયાજીરાવ ગાયકવાડ સ્ટેટનો એક ઐતહાસિક હિસ્સો ધરાવે છે. જે લોકો જાણે છે. અને નગરના વડીલો તરફથી જાણવા મળે છે તે, મુજબ સોનગઢ નગરની આજુ-બાજુ પવૅતયાળ અને જંગલ વિસ્તાર ધરાવે છે. તે હેડબાવન તરીકે ઓળખવામાં આવે છે. સોનગઢ નગર આજુ-બાજુના વિસ્તાર માટે ધણુંજ મહ્ત્વનું સ્થાન ધરાવે છે. શૈક્ષણિક, વેપાર-ધંધા, ટ્રાન્સપોટેશનની મહતા ધરાવતુ નગર છે. સોનગઢ નગરએ સોનગઢ તાલુકાનું મુખ્ય મથક છે. સોનગઢ નગર હદમાં ધણીજ સબડીવીઝન ઓફિસ, સરકારી ઓફિસ ધરાવે છે.
સોનગઢ નગરપચાંયત ૧૯૯૪માં નગરપાલિકામાં(બરો) અસ્તિત્વમાં આવેલ છે. સોનગઢ નગર સુરત-ધુલિયા નેશનલ હાઈવે ઉપર વસેલુ નગર છે. સોનગઢ નગરથી ૧૦ કિ.મી. ઉતરે તાપી નદી આવેલ છે. વેસ્ટન રેલ્વે ડીવીઝ્ન સુરત-ભૂસાવલ બોડગેજ રેલ્વે લાઈન સ્ટેશન આવેલ છે. જે સોનગઢ નગરની ૨ કિ.મી દક્ષિણ દિશામાં આવેલ છે. સોનગઢ નગર પૂવૅ દિશામાં ઉરછ્લ અને પશ્ર્ચિમ દિશામાં વ્યારા નગર સાથે વ્યવહાર ધરાવે છે. સોનગઢમાં મુખ્ય વેપાર – ધંધા નવાગામ મેઈન રોડ અને જુનાગામ મેઈન રોડ પર ધરાવે છે. ગામતળ વિસ્તાર મુખ્ય વસ્તી ધરાવે છે. સોનગઢ એ સોનગઢ તાલુકાના વ્યારા શહેર થી ૨૦ આશરે અંતરે કિ.મી.ના અંતરેપૂવૅ દિશામાં આવેલ છે. જે વિસ્તાર સયાજીરાવ ગાયકવાડ, ફોટૅ સોનગઢ તરીકે પ્ર્ખ્યાત છે./ ઓળખાય છે. સોનગઢ ગામના અવશેષો દશૉવે છે કે સમય બાદ આ વિસ્તારનું કેટલુ મહત્વ હતું. નગર/શહેરમાં માટીના/સીમેન્ટ, ક્રોકીટના બાંધકામ પ્રકારની બાંધણી ધરાવતા રહેઠાણોના મકાનો, જેમાં ઈંટ/માટીનો મહદશે ઉપયોગ થતો જોવા મળે છે. હાલના સમયમાં આધુનિક બાંધકામોમાં સિમેન્ટ ક્રોકીટનું પ્રમાણ પણ જણાય છે.
નગરની વહીવટી લાક્ષણિકતાઓ :
Cઆ નગર સોનગઢ તાલુકાના મુખ્ય મથકથી ઉતર દિશામાં આવેલો છે. જેની પૂવૅ બાજુએ પાંખરી ગામ પશ્રિચમ દિશાએ પોખરણ ગામ, ઉતર દિશામાં રાણીઅંબા ગામ અને ઉતરે ગુણસદાગામર આવેલ છે.