npbranch_son@yahoo.co.in

+91 02624 221689

નગરની ભૌગલિક રચના

આ નગર/શહેરના ભૌગોલિક માળખામાં કાંપ (તાજેતરનો) ફળદુપ જમીન અનેક પ્રકારની તથા જમીન અને એનો સમાવેશ થાય છે. હકીકતમાં આ તાલુકો અતિપ્રાચીન થી અવૉચિન કાળની ઈન્ડો એલ્યુવીઅલ મેદાનોની (૬) બનેલી છે. આ મેદાનો એસેલિયનના થર જામેલા જોવા મળે છે. આ વિસ્તારની જમીનમાં માટી, રેતી,કાંકરા મિશ્રીત નાના તત્વો (૭) જોવા મળે છે.

આ વિસ્તારમાં થયેલ ભૌગોલિક પરિવતૅનો :

કાળ થયેલ ફેરફાર પરિણામ
આદિકાળથી અત્યાર સુધી હાલમાં અને થોડા સમય પહેલા પથરાળ, રેતીવાળી જમીન
ખડકો :

સોનગઢનગરની ભૌગોલિક સ્થિતિ જોતા ખેતી માટે ખૂબ જ સારો અવકાશ છે. કારણ કે મોટા ભાગની જમીન ફળદૂપ અને ઉપજાઉ છે. સામાન્ય વરસાદને કારણે આ વિસ્તાર અનાવૃષ્ટિની શકયતાવાળો વિસ્તાર નથી મધ્યમ વરસાદને કારણે આ વિસ્તારમાં હરીયાળી જણાઈ આવે છે. નગરના આજુબાજુના વિસ્તારમાં કુદરતી સાધન સંપતિ તેમજ ખનીજો મળતી હોવાને કારણે અહી સારા પ્રમાણમાં ઔધોગિક વિકાસ જોવા મળે છે.

આ નગરનું વ્યવસાયિક માળખું દશૉવે છે કે આ નગરના લોકોની આથિક ઉન્ન્તિ, પ્રકાર અને આથિક પ્રવૃતિઓનું સ્તર કેવું છે જેમાં એ લોકો રોકાયેલા છે.

હવામાન :

આ નગરનું હવામાન સૂકુ જોવા મળે છે અને વરસાદ વષૅમાં ૬૦ દિવસોમાં નોધાય છે. વષૅમાં ચાર ત્રતુઓ અનુભવાય છે. ડિસેમ્બર થી ફેબુઆરી દરમિયાન ઠંડીની ત્રતુ ત્યારબાદ માચૅ થી મે સુધી ઉનાળો, જૂન થી સપ્ટેમબર સુધી નેત્રત્વના મોસમી પવનો, ઓકટોબર થી નવેમ્બર દરમિયાન વરસાદ પછીની ત્રતુ છે.

વરસાદ :

સોનગઢનગરનો વષૅનો સરેરાશ વરસાદ ૧૨૩ સે.મી જેટલો છે. વરસાદ મધ્યમ/સારો કહી શકાય તેવો પડે છે. દક્ષિણ-પૂવૅ થી દક્ષિણ – પશ્રિચમ વિસ્તારમાં વરસાદ જુલાઈ થી સપ્ટેમબર દરમિયાન પડે છે. મોસમનો ૮૦% વરસાદ આ સમયગાળામાં જ પડે છે. કયારેક શિયાળાની ત્રતુમાં પશ્ર્ચિમના પવનો વરસાદ લાતા હોય છે. ઓછા સમયગાળામાં પડતા વરસાદને કારણે ખેતી મહંદશે નહેર સિંચાઈ અને ટ્યુબવેલ મારફત થતી જોવા મળે છે.

વરસાદી પાણીની નિકાલ વ્યવસ્થા :

આ નગરનો ભૂપૃષ્ટીય આકાર રકાબી જેવો છે. તેથી વાવાઝોડાને પરિણામે આપનુ વધારાનું પાણી પૂરની સ્થિતિ સજે છે. આ નગરમાં નાની ખાડીઓ છે. આ નદીઓ બીજી નદીઓમાં ભરી જવાને બદલે જમીનના અંદરના ભાગમાં વહે છે. જે તાલુકામાં પૂવૅથી પશ્ર્ચિમ / ઉતર થી પશ્ર્ચિમ-દક્ષિણ તરફ આવેલા ભાગોને અસર કરે છે.

જમીન :

આ નગરનો મહેસૂલી રકબાની મોટાભાગની જમીન પથ્થરવાળી પ્રકારની છે. જે ગોરાળુ તરીકે ઓળખાય છે.કાંપમાં રેતી દરિયાકાંઠાની રેતી તેમજ ભરતીમાં તણાઈ આવતી રેતીનું મિશ્રણ પણ જોવા મળે છે.

જમીનનો ઉપયોગ :

સોનગઢ નગર/શહેરનો કુલ જમીન વિસ્તાર ૫ હેકટર જેટલો છે. કુલ વિસ્તારના ૧૦ ટકા જમીન ખેડવા લાયક છે. કુલ ખેડવા લાયક જમીન પૈકી સિંચાઈની સવલતવાળી જમીન ૫ ટકા જેટલી છે. કુલ ૨ હેકટર જેટલો વિસ્તાર વનોથી છવાયેલો છે. ખેતી કરી શકાય તેવી ઉજ્જ્ડ જમીન (ગૌચર જમીન સહિત) ૧ હેકટર જેટલી છે. અને કુલ હેકટર જમીનમાં ખેતી થાય છે.

સોનગઢ નગર/શહેરની જમીનનો ઉપયોગ

નગર ઔધોગિક વિસ્તારમાં આવેલ છે. અને ખેતીલાયક જમીન ઓછી રહી છે. ઉપલબ્ધ ખુલ્લી જમીન પૈકી મોટે ભાગે રહેણાક મકાનો અને ઉધોગો ઈત્યાદિના ઉપયોગમાં લેવાયેલ છે.

ઔધોગિક પ્રવૃતિના કારણે સ્લમ વિસ્તારો અને ઝૂંપડપટી મોટા પ્રમાણમાં વિકસ્યા છે. જે મોટે ભાગે રેલ્વે લાઈન પાસે, નીચાણવાળા વિસ્તારમાં, કાંઠા ગાળામાં વિકસ્યા હોઈ અને સ્લમ વિસ્તારોની ગીચતા વધારે હોઈ પ્રદૂષણ વધી જવા પામે છે. આગ- અકસ્માત કે ગેસ લીકેજના સંજોગોમાં આવી વસાહતો આફતની ભોગ બનવાની શકયતા રહે છે.

ખેતી અને પશુપાલન :

પૂર, વાવાઝોડા કે ધરતીકંપ જેવી કુદરતી આફતો વખતે સૌથી ધેરી અસર કૃષિ ક્ષેત્રને પડે છે. જે લોકોની પ્રાથમિક જરૂરિયાતો બચાવ કામગીરી દરમિયાન પૂરી પાડે છે તથા ઉધોગો માટે કાચોમાલ પૂરો પાડે છે.

૨૦૧૧ની વસ્તી ગણતરી અનુસાર ૨૬૫૨૭ કુલ લોકો પૈકી સામાન્ય પ્રવૃતિઓમાં (કુલ વસ્તીના ૧૦%) માં રોકાયેલા છે. જયારે ૪% લોકો (કુલ વસ્તીના ૨૬%) ખેડૂતો છે. (૧૧૫૨૫ પુરુષો અને ૧૦૯૦૬ સ્ત્રીઓ) જે પૈકી ૧૦% લોકો (૧૧૦૫ પુરુષો અને ૧૦૦૦ સ્ત્રીઓ) ખેત મજૂરીમાં રોકાયેલા છે. ૨૦૦૧ની વસ્તી ગણતરી અનુસાર ૫% લોકો (૭૦૦ પુરુષો અને ૫૦૦ સ્ત્રીઓ) પશુપાલનની પ્રવૃતિઓ કરે છે.

વૈકલ્પિક પ્રવૃતિઓ :

૨૦૧૧ ની વસ્તી ગણતરી અનુસાર ૬૫૩૫ લોકો વૈકલ્પિક પ્રવૃતિઓમાં રોકાયેલા હતાં. (૧૫૦૦ ધરેલું કામકાજ ૪૦૦૦ બાંધકામના મજૂરો, ૫૪૦ વેપાર અને ૫૬ પરિપકવ પ્રવૃતિ) કુલ ૨૭૦ વ્યક્તિઓ ભુસ્તરીય બાંધકામની પ્રવૃતિ કરે છે. જયારે ૧૭૦૦ વ્યકતિઓ કંઈ જ કામ કરતી નથી.

પાક :
(નગર/શહેરની ખેતીલાયક જમીનમાં થતા મહત્વના પાક નીચે મુજબ)

પાક વાવણી લણણી
મગફળી જૂન-જૂલાઈ ઓકટોબર
બાજરી જૂન-જૂલાઈ સપ્ટે-ઓકટો
જુવાર જૂન-જૂલાઈ સપ્ટે-ઓકટો
કપાસ જૂન-જૂલાઈ જાન્યુ-ફેબ્રુ
ધઉ નવેમ્બર ફ્રેબુ-માચૅ
ચણા ઓકટો-નવેમ્બર જાન્યુ-ફ્રેબુ
અન્ય શાકભાજી ઋતુ અનુસાર ઋતુ અનુસાર

જળ :

કોઈપણ વિસ્તારના વિકાસમાં ત્યાં પ્રાપ્ય પાણીનો જ્થ્થો તેમજ ગુણવતા ખૂબ જ મોટો ભાગ ભજવે છે. આ નગરને લાગે વળગે છે ત્યાં સુધી મોટે ભાગે પીવાનું પાણી અને સિંચાઈનું પાણી ખોદેલા તળાવોમાંથી/ડેમમાંથી મેળવવામાં આવે છે. જયારે કેટલાક બંધિયાર પાણી તળાવ માંથી મેળવવામાં આવે છે.

સિંચાઈ વિસ્તાર :

મોટા ભાગની નગર/શહેરની ખેતીલાયક જમીન પૈકી કુલ સિંચાઈ વિસ્તારો ૨% હેકટર જેટલો છે. જેમાં કુવા, કેનાલ અને તળાવ મારફત સિંચાઈ થાય છે.

સોનગઢ નગર/શહેરનો સિંચાઈ વિસ્તાર
  • ૧% તળાવ
  • ૧% અન્ય રીતે
  • ૧% કુવા(વીજળી સહિત)
  • ૧%કુવા(વીજળી સિવાયના)
  • ૭૦% સરકારી નહેર

વન્સપતિ અને વનો :

સોનગઢ નગર/શહેરના ગામ પાસેની ટેકરીઓ હરીયાળી છે. મોટા ભાગે જંગલ ઝાડીઓ અને બાવળના કાંટાળ/જંગલી વૃક્ષો વધુ જોવા મળે છે. સોનગઢ નગર લગત જંગલ આવેલું નથી.