npbranch_son@yahoo.co.in

+91 02624 221689

નગરપાલિકા વિશે

Pramukha Photo

વિશ્વ આખું હવે ડીજીટલાઇઝેશન તરફ પ્રયાણ કરી રહ્યું છે હવે વિકાસનો પર્યાય ડિજિટલઇઝેશન જ છે. આથી સોનગઢ નગરપાલિકાની અદ્યતન વેબસાઈટ લોન્ચ કરતા હું ગૌરવની લાગણી અનુભવું છું. હાલમાં વિશ્વભરમાં COVID-19 ની મહામારી ફેલાઈ છે. ત્યારે સમગ્ર જીવનશૈલી અને વ્યવસ્થામાં ફેરફાર આવશ્યક થઈ પડ્યો છે. ઓનલાઈન સર્વિસીસ અને ડીજીટલાઈઝેશન હવે જરૂરી નહી પણ આવશ્યક થઈ પડ્યું છે. આ સંજોગોમાં સોનગઢ નગરપાલિકા પણ શહેરના નાગરિકોને પ્રત્યે ગંભીરતા દાખવવા સાથે નગરપાલિકાની માહિતી અને સેવાઓ ઘરબેઠા પ્રાપ્ત થાય તે દિશામાં પારદર્શક વહીવટ માટે અદ્યતન વેબસાઈટ તૈયાર કરી, વિવિધ સેવાઓ ઓનલાઈન પૂરી પાડવાની દિશામાં પ્રથમ પગલું પાડી રહે છે. જે સાથે નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવતા વિવિધ સેવાકીય અને વિકાસલક્ષી કાર્યોની માહિતી નગરપાલિકાના વહીવટ સંબધીત માહિતી, સરકારશ્રી દ્વારા જાહેર જનતા જોગ અપાતી વિવિધ સૂચનાઓ સહિતની માહિતી નગરપાલિકાની અદ્યતન વેબસાઈટ દ્વારા પ્રાપ્ત થઈ શકશે. આગામી દિવસોમાં નગરપાલિકાની વિવિધ નાગરિકો સંબંધિત સર્વિસીસ ફોર્મ્સ તથા નગરપાલિકાના અલગ અલગ ટેક્ષીસ પણ નાગરિકો ઓનલાઈન જમા કરાવી નગરપાલિકાના વિસ્તારમાં નગરજનો પણ ફાળો નોંધાવી શકશે વધુમાં નગરપાલિકાની વેબસાઈટ બાબતે વિશેષ સૂચનો શહેરના અગ્રણીઓ પાસેથી આવકારી છે સોનગઢ શહેરના પ્રજાજનો નગરપાલિકાની વેબસાઈટનો વધુને વધુ લાભ લેશે એ જ અપેક્ષા.

ચીફ ઓફિસરશ્રી,

શ્રી ગોહેલ ધર્મેશકુમાર જે